Linked Node

  • Sputum Collection Process

    Learning Objectives

    Provide an overview of the sputum collection process from dispensing the sputum cup to handover to the health facility.

Content

સ્પુટમ કલેક્શન માટેની પ્રક્રિયા

સાદા ટીબીના નિદાન અને ફોલોઅપ પરીક્ષણ માટે સંભવીત ટીબીના અને ટીબીના  દર્દીઓના સ્પુટમ (ગળફાના) નમૂનાઓ એકત્રિત કરવાની જરૂર હોય છે. નિદાન માટે બે નમૂનાઓ (સ્પોટ (દર્દી આવે ત્યારે)  અને વહેલી સવારે) સામાન્ય રીતે એકત્રિત કરવામાં આવે છે જ્યારે ફોલોઅપ માટે એક ગળફાનો નમુનો લેવામા આવે છે, નમૂનાઓ એકત્રિત કરવા માટે નીચે આપેલ પગલાંઓ લેવા જોઈએ:

  1. લેબલવાળા સ્પુટમ કન્ટેનર (નામ/ દર્દી ID/ ટેસ્ટ ID) અને નમૂનાનો પ્રકાર (a= સ્પોટ સેમ્પલ, b= વહેલી સવારનો નમૂનો) સાથે આપો.
    1. કન્ટેનરને યોગ્ય રીતે કેવી રીતે ખોલવું અને બંધ કરવું તે દર્શાવો તથા ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું.
  2. મોં સાફ કરવું: દર્દીને કોગળા કરવા કહો અને મોં કોઈપણ ખોરાકથી સાફ હોવું જોઈએ.
  3. મોં ખોલીને 2-3 વખત ઊંડો શ્વાસ લઈને છાતીની ઊંડાઈમાંથી ગળફાને કેવી રીતે બહાર લાવવું તે દર્શાવો.
  4. ગળફો (સ્પુટમ) એકત્રિત કરો
    1. અન્ય લોકોથી દૂર ખુલ્લી જગ્યામાં જાવ અને દર્દીની ઉધરસ ખાઈ છાતીમાંથી ગળફો બહાર કાઢવા માટે સમજાવો
    2. ડબ્બી (કન્ટેનર) ખોલો, તેમાં ગળફો કાઢવો અને ઢોળાય નહીં તે રીતે ડબ્બી (કન્ટેનર) ને ચુસ્તપણે બંધ કરો
  5. બીજી ડબ્બી / કન્ટેનર (નમૂનો 'b') સોંપો અને પાણીથી મોં ધોયા પછી વહેલી સવારે ગળફાનો નમૂનો લેવા માટે કહો.
  6. દર્દીને આરોગ્ય કેન્દ્ર માં નમૂનાઑ પરત જમા કરવો, કાં તો રૂબરૂમાં, અથવા આરોગ્ય કાર્યકર દ્વારા અથવા નજીકના સરકારી દવાખાના/ હેલ્થ એંન્ડ વેલનેસ કેન્દ્રમાં જઈને જમા કરાવવા માટે સમજાવો.
આકૃતિ: સ્પુટમ એકત્રીકરણ

Resources:

 

Content Creator

Reviewer

Target Audience