Linked Node

Content

ટીબી આરોગ્ય સાથી એપ્લિકેશન

ટીબી આરોગ્ય સાથી નાગરિકોને (NTEP હેઠળના ટીબીના દર્દીઓ સહિત) અને આરોગ્યસંભાળ પ્રણાલી સાથે ડાયરેક્ટ ઇન્ટરફેસ તરીકે સેવા આપવાનું માધ્યમ છે. એપ્લિકેશનનો ઉદ્દેશ્ય નાગરિકોમાં સક્રિયપણે જાગૃતિ વધારવા અને કેન્દ્રીય ક્ષય વિભાગ/Central TB Division દ્વારા દેશના તમામ નાગરિકોને મફત અને ગુણવત્તાયુક્ત અને ખાતરીયુક્ત દવાઓ અને નિદાનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની પહેલને વધારવાનો છે.

ટીબી આરોગ્ય સાથી એપનો ઉપયોગ કરનારા નાગરિકોને ટીબી સંબંધિત સામાન્ય પ્રશ્નો, ટીબીના લક્ષણો અને ટીબીરોગની દવાઓની આડ અસરો વિશેની માહિતીની મળે છે. એપ્લિકેશનનો ઉપયોગ કરીને, કોઈપણ વપરાશકર્તા ટીબીના નિદાનમાં મદદ કરી શકે તેવી નજીકની આરોગ્ય સુવિધાઓ શોધી શકશે.

નિક્ષય સાથે નોંધાયેલા દર્દીઓને સારવાર-પાલન, સારવારની પ્રગતિ અને DBT વિગતોની મેળવી શકે છે. 

નાગરિક:

દર્દી :

એપ્લિકેશનનો ઉપયોગ કરતા તમામ નાગરિકો માટે માહિતી ઉપલબ્ધ છે (આ માહિતીને મેળવવા માટે કોઈ લોગિન જરૂરી નથી)

  • ટીબી અંગેની માહિતી
  • ટીબીના લક્ષણો
  • ટીબીની આડ અસરો
  • આરોગ્ય સુવિધા અંગેની માહિતી 
  • BMI નુ મૂલ્યાંકન
  • નિક્ષય સંપર્ક હેલ્પલાઈન
  • માહિતીપ્રદ વિડિઓ
  • પોષણ સલાહ 

નિક્ષયમાં નોંધાયેલા દર્દીઓને વધારાની માહિતી પણ  મળે છે (લોગિન પછી)

  • સારવાર-પાલન વિગતો
  • સારવારની પ્રગતિની વિગતો
  • ડીબીટીની (નિક્ષય પોષણ સહાય) વિગતો

ટીબી આરોગ્ય સાથી એપ ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે અને આ QR કોડનો ઉપયોગ કરીને પણ ડાઉનલોડ કરી શકાય છે.

Content Creator

Reviewer