Linked Node
Nutritional Counselling for TB Patients
Learning ObjectivesNutrition Counselling
Content
ટીબીના દર્દીઓ માટે પોષક સલાહ
ટીબીના દર્દીઓના પોષણ મૂલ્યાંકન સાથે પોષણ પરામર્શ શરૂ થાય છે
- પોષણની સ્થિતિ: ટીબીના દર્દીની ઊંચાઈ, વજન અને BMIનું મૂલ્યાંકન
- ટીબીના દર્દીઓ માટે આહાર અને પસંદગીનો ખોરાક
- ટીબીના દર્દીઓની હાલની ભૂખ લાગવાની સ્થિતી અને ખોરાકનું સેવન
પોષણ મૂલ્યાંકનના આધારે, ટીબીના દર્દીઓને નીચેની માહિતી પહોંચાડી શકાય છે
- ટીબીના દર્દીઓને ત્રણવાર ભોજન અને ત્રણવાર નાસ્તાના રૂપમાં વારંવાર ખોરાક લેવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
- ભોજન અને નાસ્તામાં તેની માત્રામાં વધારો કર્યા વિના એનર્જી અને પ્રોટીનનું પ્રમાણ વધારવાના પ્રયાસો કરવા જોઈએ.
- રોટલી કે ભાતમાં તેલ, માખણ કે ઘી ઉમેરવાથી આહારમાં એનર્જીનું પ્રમાણ વધી શકે છે.
- અન્ય સ્વરૂપોમાં કઠોળ, દા.ત. પલાળેલા કઠોળ, શેકેલા ચણા, મગફળી, તળેલા અથવા શેકેલા સ્વરૂપમાં નાસ્તા તરીકે લઈ શકાય છે. દૂધ અને ઈંડાનો આહારમાં સમાવેશ કરવો.
- દર્દીઓની શાકાહારી/માંસાહારી પસંદગીઓના આધારે સરળતાથી ઉપલબ્ધ પૌષ્ટિક ખોરાકના ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ.
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments