Linked Node
Criteria for availing DBT Scheme benefits under NPY
Learning ObjectivesCriteria for availing DBT Scheme benefits under NPY
Content
NPY હેઠળ DBT યોજનાના લાભો મેળવવા માટેના માપદંડ
- 1 લી એપ્રિલ 2018 અથવા ત્યારબાદ સારવાર ચાલુ કરેલ તમામ તથા હાલના ટીબીના દર્દીઓ માટે નિક્ષય પોષણ સહાય મળવા પાત્ર છે.
- NTEP પ્રોગ્રામ હેઠળ DBT યોજનાના લાભો મેળવવા માટે, TBના દર્દીઓએ તેમની બેંક વિગતો નજીકની આરોગ્ય કેંન્દ્રમા પ્રદાન કરવી પડશે.
- દર્દીની NIKSHAY પોર્ટલ પર નોંધણી કરવી આવશ્યક છે.
- દરેક લાભાર્થીને તેના/તેણીના યુનિક બચત બેંક ખાતા સાથે લિંક કરી શકાય છે. બેંક ખાતા વગરના લાભાર્થીઓને અનુકૂળતા મુજબ કોઈપણ બેંકમાં બેંક ખાતુ ખોલવું જરૂરી છે.
- જો લાભાર્થી પાસે બેંક ખાતું ન હોય અને તે નવું બેંક ખાતું ખોલવામાં અસમર્થ હોય, તો તેના/તેણીના સંબંધીના બેંક ખાતાનો ઉપયોગ કરી શકાય છે (પરિવારના નજીકના સભ્ય જેમ કે માતા-પિતા, પત્ની, ભાઈ-બહેન).
- જો કોઈ સંબંધીનું બેંક એકાઉન્ટ વપરાયું હોય, તો લાભાર્થી પાસેથી લેખિત સંમતિ લેવી જરૂરી છે.
- જો બેંક ખાતાનો ઉપયોગ પહેલાથી જ અન્ય લાભાર્થી માટે કરવામાં આવ્યો હોય, તો તે બીજા લાભાર્થી માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાતો નથી. જો નવું બેંક ખાતું ખોલાવવાની જરૂર હોય, તો ભારતીય પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ઝીરો-બેલેન્સથી ખાતું ખોલવું સરળ છે.
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments