Linked Node

Content

ડ્રગ-સેન્સિટિવ ટીબી માટે સારવાર પદ્ધતિ – પુખ્ત વય 

 

સઘન સારવારનો તબક્કો (Intensive Phase)

દર્દીના વજન પ્રમાણે દૈનિક માત્રામાં HRZE ના આઠ અઠવાડિયા (૫૬ ડોઝ)નો સમાવેશ થાય છે.

 

સતત સારવારનો તબક્કો (Continuous Phase)

દર્દીના વજન પ્રમાણે દૈનિક માત્રામાં HRE ના 16 અઠવાડિયા (૧૧૨ ડોઝ)નો સમાવેશ થાય છે.

 

પુખ્ત વયના લોકો માટે, નીચે આપેલા કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે પાંચ વેઇટ બેન્ડ છે. કોષ્ટક FDC (ફીક્સ્ડ ડોઝ કોમ્બીનેશન) ટેબ્લેટની સંખ્યા પણ દર્શાવે છે કે જે દરેક વેઇટ બેન્ડ મુજબ આપવાની હોય છે. 

ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDCs)

વજન જુથ  

સઘન સારવારનો તબક્કો (Intensive Phase)

(HRZE - 75/150/400/275)

સતત સારવારનો તબક્કો (Continuation Phase) 

(HRE - 75/150/275)

25-34 કિગ્રા

2

2

35-49 કિગ્રા

3

3

50-64 કિગ્રા

4

4

65-75 કિગ્રા

5

5

>=75 કિગ્રા

6

6

*સતત સારવાર તબક્કાને લંબાવવી: સારવારની અસર અથવા રોગના પ્રકાર પર આધાર રાખીને, ચિકિત્સક સારવારને 3 મહિના સુધી લંબાવવાનું નક્કી કરી શકે છે.

દર્દીનું નિયમિત માસિક ફોલોઅપ કરવું જરૂરી છે અને જો દર્દીના વજનમા 5 કિગ્રા નો વધારો કે ઘટાડો થાય તો દર્દીના ડોઝની પુનઃ ગણતરી કરવાની જરૂર છે જેથી તેને તબીબી અધિકારીશ્રી પાસે મોકલો.

Content Creator

Reviewer